જમ્મુ-કાશ્મીર: ભાજપે ટીડીપીને આપ્યા તલાક, મહેબુબાનું રાજીનામું

0
6

ન્યુ દિલ્હી,
ભાજપએ જમ્મુ કાશ્મીર સરકારમાંથી પોતાનું સમર્થન અંતે પાછું ખેંચી લીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં રાજ્યના મોટા પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી હતી જે બાદ ભાજપે સમર્થન પાછું ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. જાકે, ભાજપની સમર્થન પાછું ખેચવાની જાહેરાત સાથે જ કોંગ્રેસ અને પીડીપીએ સમર્થન નહિ આપવાની જાહેરાત કરી દેતાં મહેબુબા મુફ્તી પાસે રાજીનામું આપવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો ન હોતો.
તેથી મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતાં. આ પહેલાં જમ્મુ કાશ્મીરના મુદ્દે ભાજપના અધ્યક્ષ અમિત શાહે એક બેઠક બોલાવી હતી આ બેઠકમાં હાજર રહેવા અમિત શાહે જમ્મુ કાશ્મીર સરકારમાં સામેલ પાર્ટીના તમામ મંત્રીઓ અને કેટલાંક શીર્ષ નેતાઓને દિલ્હી બોલાવ્યાં હતા તો આ બેઠક પહેલાં અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી.
મંગળવારના રોજ ભાજપની કોર ગ્રૂપની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો. ભાજપ ચીફ અમિત શાહે જમ્મુ-કાશ્મીરના નેતાઓની સાથે બેઠક કર્યા બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવાયો. રાઇઝિંગ કાશ્મીરના સંપાદક સુજાત બુખારીની હત્યા બાદ રાજ્યમાં બંને પક્ષોની વચ્ચે સંબંધ ઘણા બગડી ગયા હતા.
ભાજપના મહાસચિવ રામ માધવે એક પત્રકાર પરિષદમાં પીડીપી સરકારનું સમર્થન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. તેમણે કહ્યુ કે અમે જનતાના સમર્થન બાદ પીડીપીની સાથે સરકાર ચલાવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યુ કે ગઠબંધનમાં આગળ જતા રહેવાનું મુશ્કેલ થઇ ગયું છે. તેમણે કહ્યુ કે રાજ્યમાં આતંકવાદ વધી ગયો છે. માધવે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના ચીફ અમિત શાહની સહમતિ બાદ આ નિર્ણય લેવાયો. શ્રીનગરમાં એક મોટા પત્રકારની હત્યા થઇ ગઇ. કેન્દ્રે જમ્મુ-કાશ્મીર સરકારને દરેક પ્રકારની મદદ કરી.
તેમણે કહ્યુ કે ત્રણ વર્ષ સરકાર ચલાવ્યા બાદ અમે એ સહમતિ પર પહોંચ્યા છીએ કે કાશ્મીરમાં જે પરિસ્થિતિ ઉત્પન્ન છે તેના પર નિયંત્રણ માટે અમે અલગ થઇ રહ્યાં છીએ. પીડીપીએ અડચણ પેદા કરવાનું કામ કર્યું. જવાબદારી નિભાવામાં મહેબૂબા મુફ્તી નિષ્ફળ રહ્યાં છે. મહેબૂબા ઘાટીમાં સ્થિતિ સંભાળવામાં અસફળ રહ્યાં.
રામ માધવે જણાવ્યું કે આજે જે પરિસ્થિતિ બની છે જેનાથી મોટી સંખ્યામાં કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વધ્યો છે. રેડિકલાઈઝેશન તેજીથી આગળ વધી રહ્યો છે. રામ માધવે કહ્યુકે જે સ્થિતિ બની રહી હતી તેનાથી ઘાટીમાં ફંડામેન્ટલ રાઈટ્‌સ ખતરામાં આવી રહ્યાં હતા. પત્રકાર શુજાત બુખારીની શ્રીનગરમાં હત્યા થાય છે. જે પરિસ્થિતિઓ બની હતી તેનાથી પ્રેસ ફ્રીડમ, ફ્રીડમ ઓફ સ્પીચ પર ખતરો ઊભો થયો હતો. તેઓએ કહ્યુ કે જ્યાં સુધી કેન્દ્ર સરકારનો રોલ છે, કેન્દ્ર ત્રણ વર્ષ સુધી રાજ્યને પૂરી મદદ કરી. અનેક પ્રોજેક્ટ પણ લાગુ કરવામાં આવ્યા. રામ માધવે કહ્યુ કે અમે શાંતિ સ્થાપિત કરવા માટે રમજાન માસમાં સીઝફાયર લાગુ કર્યું પરંતુ તે સમયગાળામાં શાંતિ સ્થાપિત ન થઈ શકી અને પરિસ્થિતિ વધુ વણસી હતી.
ભાજપ નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે સુરક્ષા માટે કેન્દ્ર સરકારે પૂરો સહયોગ આપ્યો હતો. ગૃહમંત્રીએ સતત ઘાટીની મુલાકાત લીધી, તમામ સાથે વાતચીતનો પ્રયાસ કર્યો. તેઓએ કહ્યુ કે અમે પાકિસ્તાનને સરહદ પારથી થતી પ્રવૃતિઓ પર રોક લગાવી, ૪ હજાર બંકર બનાવવામાં આવ્યા હતા. રામ માધવે કહ્યુ કે, ભલે અમે સરકારમાં હતા પરંતુ મુખ્ય નેતૃત્વ ભાજપના હાથમાં હતું. એટલે અમે આ પરિસ્થિતિઓને સંભાળવામાં સફળ ન રહ્યાં, અનેક મુદ્દે રાજ્ય સરકાર અસફળ રહી. ઘાટીમાં શાંતિ સ્થાપિત ન થઈ ઉપરાંત જમ્મુ અને લદ્દાખમાં પણ વિકાસ કાર્ય અટકેલું રહ્યુ જમ્મુ અને લદ્દાખની જનતા સાથે ભેદભાવ થયો.
પ્રાપ્ત થતી માહિત મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મુખ્ય ચિંતા અમરનાથ યાત્રા છે. મંત્રાલયને આશંકા છે કે આતંકીઓ અમરનાથ યાત્રિકોને નિશાના ન બનાવે. ત્યારે આ બેઠકમાં અમિત શાહ પાર્ટીઓના મંત્રીઓ પાસે જાણવા માગશે કે સ્થિતિમાં સુધારાની કોઈ શક્યતા છે કે પછી જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવે. સાથે જાણવા માગશે કે રાજ્યપાલ શાસન લાગુ થવાથી સત્તાધારી ના સંબંધ ભાજપથી પ્રભાવિત તો નહીં થાયને?

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY