સુરતઃ માત્ર મહિલાઓ માટે ચાલતું જુગારધામ પકડાયું!!

0
158
– કલરફુલ કોઇનની મદદથી જુગાર રમાતો હતો : વૃધ્ધા સહિત 7 મહિલાની ધરપકડ
– લેડીઝ ઓન્લી જુગારધામની સંચાલક પણ મહિલા

અડાજણ એલ.પી. સવાણી રોડ હરીઓમ પેટ્રોલપંપની બાજુની ગલીમાં કૈલાશ રેસીડન્સીના એક ફલેટમાં ચાલતા જુગારધામ ઉપર અડાજણ પોલીસે છાપો મારી મહિલા સંચાલક અને દેરાણી-જેઠાણી તેમજ વૃધ્ધા સહિત ૭ મહિલાઓને જુગાર રમતાં ઝડપી લીધી હતી. મહિલાઓ પ્લાસ્ટીકના કોઇનની મદદથી જુગાર રમતી હતી. પોલીસે રોકડા રૃ. ૨૯,૭૦૦ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અડાજણ પોલીસે મળેલી બાતમીના આધારે ગતસાંજે એલ.પી. સવાણી રોડ હરિઓમ પેટ્રોલપંપની બાજુની ગલીમાં કૈલાશ રેસીડન્સી ફલેટ નં. બી-૨૦૩માં રહેતા રાખીબેન કિશોરભાઇ રંગવાણી (ઉ.વ. ૫૩)ના ફલેટમાં છાપો માર્યો હતો. રાખીબેન પોતાના ફલેટમાં બહારથી મહિલાઓને બોલાવી ભેગી કરી બેઠકરૃમમાં જુગાર રમાવાની તમામ સુવિધા પૂરી પાડતા હતા. પોલીસે ફલેટમાંથી જુગાર રમતા રાખીબેન ઉપરાંત હેમાબેન ઠાવરદાસ લખાણી (ઉ.વ. ૪૫, રહે. ડી-૩૦૧, સાંઇરામ રેસીડન્સી, ગાર્ડનીયા રો હાઉસની બાજુમાં, કેનાલ રોડ, અડાજણ, સુરત), નયનાબેન દિપકભાઇ પાબાડી (ઉ.વ. ૩૬, રહે. સી-૧૦૭, માઉન્ટ એવન્યુ એપાર્ટમેન્ટ, સીએનજી પંપની પાછળ, પૂજા ફલેટની બાજુમાં, પાલ, સુરત), સાક્ષીબેન રમેશભાઇ ખેરાજાની (ઉ.વ. ૩૩, રહે. બી-૫૦૩, નક્ષત્ર એપાર્ટમેન્ટ, સીએનજી પંપની બાજુમાં, એલ.પી. સવાણી રોડ, પાલ, સુરત) જેઠાણી-દેરાણી ભારતીબેન રાજેશભાઇ નંદલાલ સેવાણી (ઉ.વ. ૪૫) – દિવ્યાબેન નરેશભાઇ નંદલાલ સેવાણી (ઉ.વ. ૪૨, બંને રહે. ૧૦૦૧, નક્ષત્ર એપાર્ટમેન્ટ, સીએનજી પંપની બાજુમાં, એલ.પી. સવાણી રોડ, પાલ, સુરત), અનીશાબેન સુનીલભાઇ આવતાની (ઉ.વ. ૪૩, રહે. એ-૫૪, મંગલદીપ એપાર્ટમેન્ટ, વિદ્યાકુંજ સ્કૂલની બાજુમાં, પાલનપુર જકાતનાકા, સુરત) અને વૃધ્ધા નિર્મલાબેન ગંગારામ પંજાબી (ઉ.વ. ૬૧, રહે. બી-૭૦૧, નક્ષત્ર એપાર્ટમેન્ટ, સીએનજી પંપની પાસે, એલપી સવાણી રોડ, પાલ, સુરત)ને ઝડપી લીધા હતા. તમામ મહિલાઓ જુદા જુદા રંગના પ્લાસ્ટીકના કોઇનના આધારે જુગાર રમતી હતી. પોલીસે આવા ૫૯ કોઇન તેમજ રોકડા રૃ. ૨૯,૭૦૦ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીએસઆઇ આર.કે. કાંબરીયા કરી રહ્યાં છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY