ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ રંભાસ ગૃપ ગ્રામપંચાયતના મહિલા ઉપસરપંચ લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાતા ડાંગ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ રંભાસ ગૃપ ગ્રામપંચાયતમાં ૧૪મા નાણાંપંચના વિકાસકીય કામોમાં સરપંચ પાસે ટકાવારી માંગવાના કથિત પ્રકરણમાં ઉપસરપંચ આબાદ ઝડપાઇ હોવાનું જાણવા મળ્યું હતું. રંભાસ ગૃપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સ્મીતાબેન જીતેન્દ્રભાઇ ચૌધરી ચૂંટાયા હતા. જ્યારે ઉપસરપંચ તરીકે અરૃણાબેન હરીભાઇ ધુમાડ રહે. બાજગામ, જી. ડાંગ હતા, રંભાસ ગૃપ ગ્રામપંચાયતમાં ૧૪મા નાણાપંચના પાંચ લાખની મર્યાદાના વિકાસકીય કામો ગ્રામપંચાયતમાં ઠરાવ કરી સરપંચ અને સભ્યોએ કરવાના હોય છે. જેમાં રંભાસ ગ્રામપંચાયતના સરપંચે બાજ ગામે સી.સી. માર્ગ, જામલપાડા ગામે પવર બ્લોક, દેવીપાડા ગામે સી.સી. માર્ગ અને નાળા બિડીંગના કામો કર્યા હતા. જે કામોની અવેજમાં ઉપસરપંચે ૫ ટકા રકમની માંગણી કરી હતી. જે સરપંચ સહિત સભ્યોએ મોબાઇલમાં રેકોર્ડીંગ કરી એ.સી.બી. ટ્રેપ ગોઠવતા મહિલા ઉપસરપંચ આબાદ ઝડપાઇ ગયા હતા. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ વઘઇ પોલીસ અને એસીબીની ટીમની કાર્યવાહી શરૃ હોય તેઓ તરફથી કોઇ સત્તાવાર માહિતી મળી ન હતી પરંતુ રંભાસ ગ્રામપંચાયતના સભ્યો પાસેથી સમગ્ર બાબતની વિગતો જાણવા મળી હતી ત્યારે આજે થયેલા એસીબી ટ્રેપથી ડાંગનું રાજકીય માહોલ ગરમાયો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"