સચિનના કનકપુરમાં કારદલાલની ઓફિસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું: સાતની ધરપકડ

0
94

સચિનના કનકપુર ખાતે શ્રીહારી કોમ્પ્લેક્ષમાં એક કારદલાલ ની ઓફિસમાં જુગાર રમી રહેલા ૭ને એસ.ઓ.જી. ની ટીમે ઝડપી લીધા હતા અને રૂ.૭૨ હજારની મત્તા કબજે લીધી હતી. કારનો દલાલ પોતાની ઓફિસમાં બહારથી માણસોને બોલાવીને જુગાર રમાડતો હતો. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ એસ.ઓ.જી ના પી.આઈ. આર.આર.ચોઘરી અને પી.એસ.આઈ દેસાઈના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જીની ટીમ આજે સચિન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી બાતમી ને આધારે પોલીસે કનકપુર હાઉસિંગ બોર્ડ માં શ્રીહારી કોમ્પ્લેક્ષ માં કારદલાલ હેમરાજસિંહ ની ઓફિસમાં દરોડો પાડ્યો હતો ત્યાં જુગાર રમી રહેલા હેમરાજસિંહ ઉર્ફે શમ્ભુ વાંસિયા, સુરેશ ઉર્ફે કૈલાશ ગોપીલાલા મેવાડા, ભાગવત રૂપચંદ શર્મા, મિલન કિરણ બ્રહ્મભટ્ટ, હુકમસિંહ રાજપૂત, રાજકુમાર રામનારાયણ જાટ અને રોહિત રાજકુમાર રાજપૂતને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.૭૨ હજારની મત્તા કબજે લીધી હતી. કાર દલાલ હેમરાજસિંહ બહારથી માણસોને બોલાવી ને પોતાની ઓફિસ માં જુગાર રમાડતો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY