ઉત્તરાખંડમાં ૨૫૦ મીટર ઊંડી ખીણમાં બસ ખાબકી ; ૧૪ના મોત,૧૮થી વધુ ઘાયલ

0
12

દહેરાદૂન,તા.૧૯
ઉત્તરાખંડના ટિહરીમાં એક રોડવેઝ બસ ખાબકી છે. આ બસમાં ૨૫ લોકો સવાર હતા અને ૨૫૦ મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ૧૪ લોકોનાં મોત થયા છે. તો ૧૮ લોકોને નાની મોટી ઈજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. ૨-૨ લાખ આપવાની પણ જાહેરાત કરી છે.
આ ઘટના ટિહરી જિલ્લાના ઋષિકેશ ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ એનએચ ૯૪ પર થઇ છે. અહીં ઉત્તરાખંડ પરિવહનની રોડવેઝ બસ સૂર્યધારની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇય આ બસ ભટવાડી ઉત્તરકાશીના હરિદ્વાર જઇ રહી હતી, બસમાં ૨૫ લોકોથી વધુ સવાર હતા.
ઉત્તરાખંડ સરકારે આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ત્યારે, ઇજાગ્રસ્તોને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરવાના આદેશ આપી દીધા છે.
આ ઘટનાની સૂચના પાકર જિલ્લા પ્રશાસન અને પોલીસના જવાન ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘટનાસ્થળે રાહત બચાવ કાર્ય શરૂ છે. અત્યાર સુધી ૧૦ લોકોના મોતની માહિતી મળી છે અને ૯ લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને બસથી બહાર કાઢીને ૧૦૮ની મદદથી ચંબા જિલ્લામાં CHC હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બસ દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY