હીરાના કારખાનામાં ૫ નવેમ્બરથી એક મહિનાનું દિવાળી વેકેશન

0
6

અમદાવાદ,તા.૫
હીરાના કારખાનાંઓમાં ૫ નવેમ્બરથી ૨૦ થી ૩૦ દિવસના વેકેશનની જાહેરાત કરાઈ છે. ડોલરના સતત વધતા ભાવ અને પોલિશ ડાયમંડની ઓછીના માગના કારણે હીરાના કારખાનેદારોની હાલત સારી નથી. રત્નકલાકારોના દિવાળીમાં વેકેશનમાં વતનમાં જવા માટે એસટી દ્વારા ૫૦૦ બસ દોડાવાશે.
અગાઉ આ ભાડાવધારો ૬૫ ટકા હતો, જે આ વર્ષે ઘટાડાયો છે. ૫૧ વ્યક્તિનું બુકિંગ થાય તો સ્પેશિયલ બસ જે તે ગામ સુધી દોડાવવાની તૈયારી એસટી વિભાગે કરી લીધી છે.
દિવાળીના વેકેશન પછી મંદીના કારણે કારખાનાં શરૂ થશે કે કેમ? એ બાબતે રત્નકલાકારોમાં કચવાટ છે. આ અંગે સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ ગુજરાતીએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગની પરિસ્થિતી ઘણી નાજુક છે.
દિવાળી પછી રત્નકલાકારોને બેરોજગાર ન થવું પડે તે માટેના પ્રયાસ અત્યારથી શરૂ કરી દેવાયા છે. જા ગ્રૂપ બુકિંગની પૂરતી ૫૧ સીટની વ્યવસ્થા થશે તો રત્નકલાકારોના ઘરઆંગણેથી એસ.ટી. ઉપડશે. ભાડાં રૂ. ૨૪૦થી શરૂ કરીને રૂ. ૩૧૦ સુધીનાં રહેશે. આ જ સ્થળોએથી વેકેશન બાદ સુરત પરત આવવા પણ બસ ગોઠવાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY