કોંગોના ડા. મુકવેગે અને યજીદી દુષ્કર્મ પીડિતા નાદિયા મુરાદને શાંતિ નોબલ પુરસ્કાર

0
31

ઓસ્લો,તા.૫
૨૦૧૮નો નોબલ શાંતિ પુરસ્કાર ડેનિસ મુકવેગે અને નાદિયા મુરાદને આપવામાં આવ્યો છે. યુદ્ઘના એક હથિયાર તરીકે અને સશસ્ત્ર સંઘર્ષ માટે સેક્સ્યુઅલ વાયોલન્સનો ઉપયોગ ખતમ કરવા માટે તેમના પ્રયત્નો માટે નોબલ શાંતિ પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો છે. ડેનિસ મુકવેગેએ તેમની જિંદગી યુદ્ધ સમયના સેક્સ્યુઅલ વાયોલન્સના શિકાર બનેલા પીડિતોના બચાવ માટે ખર્ચી નાખી, જ્યારે નાદિયા મુરાદ સાક્ષી છે, જેણે પોતાની અને અન્યો સાથે થયેલા દુર્વ્યવહાર વિશે લોકોને જાણ કરી છે. પોતાની સાથે થયેલા અત્યાચારોનું વર્ણન કરવા અને અન્ય પીડિતો તરફથી બોલવા માટે તેણે અસાધારણ હિંમત દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે ઓસ્લોમાં ઘોષિત કરવામાં આવતા નોબેલ શાંતિ પુરસ્કાર માટે કુલ ૩૩૧ લોકો અને સંગઠનોના નામ સ્પર્ધામાં હતા. નોબેલ કમિટી ઉમેદવારોનું લિસ્ટ ગુપ્ત રાખે છે, ફક્ત વિજેતાઓના નામની જ ઘોષણા કરવામાં આવે છે.
ડા. મુકવેગે અને તેમના સ્ટાફે જાતીય હિંસાનો શિકાર બનેલા હજારો દર્દીઓની સારવાર કરી છે. તેમણે પોતાની યુવાવસ્થાનો મોટાભાગનો સમય ડેમોક્રેટિક રિપબ્લિક કોંગોમાં જાતીય હિંસાનો શિકાર થયેલા પીડિતોને મદદ કરવામાં વીતાવ્યો છે.
ઓગસ્ટ ૨૦૧૪માં જ્યારે જૈજના જેહાદીઓએ નોર્થ ઇરાકમાં આવેલા ગામ કોચો પર હુમલો કર્યો ત્યારે અન્ય યઝિદી સ્ત્રીઓની સાથે નાદિયા મુરાદનું અપહરણ થયું હતું. આઇસીસના જેહાદીઓએ તેના ગામના દરેક સ્ત્રીઓ અને પુરુષોને મારી નાખ્યા ત્યારે નાદિયા અને તેની બહેનને કિડનેપ કરવામાં આવી હતી. તેના છ ભાઈઓ અને માતા આ હુમલામાં માર્યા ગયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY