રાજ્યભરમાં ૧૦.૮૨ લાખ બાળકોને રૂબેલા-મીઝલ્સ રસી મૂકવામાં સુરત શહેર મોખરે

0
32

કુલ ૪૯ દિવસોમાં ૧૦,૮૨,૮૭૮ બાળકોને રસી મૂકવામાં સુરતના આરોગ્ય કર્મચારીઅોની અનોખી સિદ્ધિને ગુજરાત સરકારે બિરદાવી
સુરત, તા.૧૪
ભારત દેશને ૨૦૧૬ થી પોલીયો મુક્ત જાહેર કરવામાં આવેલ છે. સરકારે આ જ દિશામાં સને ૨૦૨૦ સુધીમાં મીઝલ્સ નાબૂદી અને રૂબેલા નિયંત્રણના ધ્યેયના ભાગરૂપે મીઝલ્સ રૂબેલા રસીકરણ કેમ્પેઈન તા.૧૬-૭-૨૦૧૮ થી તા.૧૫-૯-૨૦૧૮ દરમ્યાન હાથ ધરવામાં આવેલ છે.
જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૦,૮૨,૮૭૮ બાળકોને આ મીઝલ્સ-રૂબેલાની રસી આપી સુરક્ષિત કરવામાં આવેલ છે. આમ દસ લાખથી વધુ બાળકોને રસીકરણ કરેલ હોય તેવું સુરત સમગ્ર ગુજરાત રાજ્યમાં એક માત્ર શહેર છે.
આ અોગણ પચાસ દિવસ દરમ્યાન કુલ દસ લાખ બ્યાંસી હજારથી વધુ બાળકોને રસી આપ્યા બાદ કોઈપણ બાળકને આડ અસર થયેલ નથી. જેથી આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. વધુમાં ૧૫૭૨ પ્રતિષ્ઠિત ખાનગી તથા સરકારી શાળાઅો પૈકી કુલ ૭૧૫ શાળામાં લક્ષ્યાંકિત બાળકોની સરખામણીમાં ૯૦ ટકાથી ઉપર કામગીરી કરવામાં આવી છે. જેથી સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના કાર્યક્રમ સાથે સંકળાયેલ તમામ અધિકારી-કર્મચારીઅો, શહેરના જાગૃત વાલીઅો, શિક્ષકગણને સરકારનાં મીઝલ્સ રૂબેલા રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપેલ અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY