૧૩ આૅક્ટોબર સુધી નંબર પ્લેટ ન બદલાવી તો ત્રણ માસની જેલ,૫૦૦ રૂપિયા દંડ થશે!!

0
74

ન્યુ દિલ્હી,તા.૧૪
શું તમારી પાસે વાહન છે? શું તમે તેમાં હાઈ સિકિયોરિટી નંબર પ્લેટ લગાવી છે ? જા ન લગાવી હોય તો વહેલાસર તે લગાવી લો નહિતર તમને જેલ થઈ શકે છે.
જા તમે તમારી કારમાં હાઈ સિકિયોરિટી નંબર પ્લેટ ન લગાવી હોય તો હવે સમય આવી ગયો છે. જે મુજબ આવી કાર વિરુધ્ધ અભિયાન છેડવાનું તેઓ એ નક્કી કર્યુ છે. પરિવહન મંત્રાલયે બહાર પાડેલા પરિપત્ર મુજબ જા ૧૩ ઓક્ટોબર સુધીમાં તમે તમારા વાહનમાં હાઈ સિકિયોરિટી નંબર પ્લેટ ન લગાવી હોય તો તમને ૩ માસની જેલ અને ૫૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. અલબત મૂંઝાવાની જરૂર એટલા માટે નથી કે હજુ તમારી પાસે ૧ મહિના જેટલો સમય છે. પણ આ ડેડલાઈન ચૂકશો નહિ.
પરિવહન મંત્રાલય અનુસાર તેવી ૪૦ લાખ જેટલી કાર છે જેમાં જુની નંબર પ્લેટ છે. જેમાં કારની સાથે ટુ વ્હીલર પણ શામેલ છે. નવાં નંબર પ્લેટ લગાડવાની પ્રક્રિયા ૨ ઓક્ટોબરથી શરૂ થશે અને જેનાં માટે દિલ્હીમાં ૧૩ સેંટર ખોલવામાં આવ્યા છે. અલબત તેઓ કહે છે કે આ ડેડલાઈન પહેલાં પરિવહન વિભાગ જબરદસ્ત લોક જાગૃતિ અભિયાન ચલાવવાની છે. અને હવે નવાં વાહનો પર નવી હાઈ સિકિયોરિટી નંબર પ્લેટ જ મળે છે. તેમજ છેલ્લાં કેટલાક સમયથી આ અભિયાન ખૂબ જ જાર પકડ્યુ છે.
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે આદેશ કર્યો છે કે, જા વીમો પૂરો થઈ ગયો હોય અને દુર્ઘટના ઘટશે તો પીડિત વ્યક્તિ ને ગાડી વેચી દંડ વસૂલાશે. કોર્ટે તમામ રાજ્યોને મોટર વાહન અધિનિયમમાં સંશોધન કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમે વીમા કંપનીઓને પણ નોટિસ ફટકારી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY