અમદાવાદ,અમરેલી,ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ

0
11

ગાંધીનગર,
તા.૧૫/૪/૨૦૧૮

ગુજરાતમાં આકરા ઉનાળા વચ્ચે અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્‌ થઈ ઉઠ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાનમાં ત્રાઙિમામ્‌ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકોને વધુંને વધું પાણી પીવાની તેમજ શરબત કે ઠંડા પીણાં પીવાની સલાહ આપવામાં આવી રહી છે.

દરમિયાન ગુજરાતના મુખ્ય શહેરોમાં ગરમીનું પ્રમાણ આ મુજબ રહ્યું હતું. જા કે વાદળો હઠતાં પારાવાર ગરમીનો અનુભવ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં ૪૧ ડિગ્રી તાપમાન
અમરેલી, ગાંધીનગરમાં પણ ૪૧ ડિગ્રી
વડોદરા, રાજકોટ, ડીસમાં ૪૦ ડિગ્રી
સુરેન્દ્રનગર, કડંલામાં પણ ૪૦ ડિગ્રી
ભાવનગરમાં ૩૮ ડિગ્રી તાપમાન

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY