વડિયા ગામથી જકાતનાકા જતો માર્ગ બનાવાવા માંગ, ખરાબ માર્ગથી લોકો ત્રાહિમામ, જિલ્લા કલેક્ટર ને રજુઆત 

0
117

ચોમાસામાં આ માર્ગ સદંતર બંધ થઇ જતા સ્થાનિક રહીશોએ રજૂઆત કરી જિલ્લા કલેક્ટરે આપી હૈયાધારણા

રાજપીપલા : વડિયા ગામથી જકાતનાકા જતો માર્ગ  ખુબ ખરાબ માર્ગ હોવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાથે આ માર્ગ બનાવાવા માંગ ઉઠી ત્યારે માત્ર એક કીમીનો માર્ગ થી વાડિયા ગામ સહી તમામ સોસાયટીના હજારો લોકોને 5 કીમીનો ફેરો બચી જાય તેમ છે પરંતુુ ચોમાસામાં તો આ માર્ગ બિલકુલ બંધ થઇ જાય છે, એટલે સ્થાનિક આગેવાન મેહુલ વ્યાસે જિલ્લા કલેકટર ને ટ્વીટ કરી સમસ્યા જણાવતા જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામાએ સોસીયલ મિડિયેટર ફરિયાદને પણ પણ મહત્વ આપી મેહુલ વ્યાસને મળવા બોલાવ્યા જોકે સમગ્ર સોસાયટીના લોકોએ લેખિત રજૂઆત કરી આ રોડ ચોમાસા પહેલા બનાવી દેવાય એવી માંગ કરી હતી.

રાજપીપલા ને અડીને આવેલા વડિયા ગામ જિલ્લાનું પ્રોજેક્ટ અને મોડેલ ગામ બની રહ્યું છે ત્યારે જ્યાંથી કરાંઠા, થરી લાછરસ, માંગરોળ જેવા ગામોના હજારો લોકો અવરજવર કરે છે, સાથે વડિયા ગામના લોકો આજુબાજુની 6 સોસાયટી ના લોકો ને કેવડિયા રોડ પર જવું હોય તો છેક ગાંધીચોક થી કાળિયાભુત અને વાડિયાપેલેશ થઈને વડિયા જકાતનાકા પહોંચાય જે આશરે 5 કિમિ જેટલું અંતર થઇ જાય જયારે વડિયા ગામથી સીધો બાયપાસ રસ્તો વડિયા જકાતનાકા જાય છે. જે હાલ એકદમ કાચો, ઉબડખાબડ બની ગયો છે ચોમાસામાં તો ગુઠણ સુધીના પાણી ભરાઈ જાય છે તો રસ્તો સાવ બંધ થઇ જાય અને જેમાં રોડ પર આવેલ સોસાયટીઓના રહીશોની હાલત તો બહુ ખરાબ થઇ જાય છે. તો રોડ બનાવવો અંત્યત જરૂરી હોવાની માંગ સાથે સ્થાનિક રહીશો જિલ્લા કલેક્ટરન આર.એસ. નિનામા ને મળી લેખિત રજૂઆત કરી હતી.

  • ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY