ભુજ:પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા ના સુચનાથી અને ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના સભ્યો ભુજ શહેર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોકકસ બાતમી મળેલ હતી કે, આજથી ચારેક મહીના પહેલા પઘ્ધર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કંપનીઓ તથા મજુર વસાહતમાંથી જુદા-જુદા સમયે ઘણા બધાં વ્યકિતઓની મોબાઈલ ચોરીઓ કરનાર ટોળકી પૈકીના બે નાસતા ફરતા આરોપીઓ તેમજ આ જ સમયગાળા દરમ્યાન ભુજોડી ફાટક પાસે આવેલ ફાર્મ પાસે રહેલ બે ડમ્પરમાંથી ડીઝલ ચોરીનુ ગુનો આચરનાર આ ટોળકીના આ સભ્યો હાલે લખુરાઈ ચાર રસ્તા પાસે હાજર છે તેવી બાતમી હકીકત આધારે એલ.સી.બી. ટીમ તાત્કાલીક ત્યાં પહોચી જઈ બંને ઈશમો (૧)રશીદ ઉર્ફે વલો દેશર સમા,ઉ.વ.ર૦, રહે.નાના દિનારા(ખાવડા),તા.ભુજ (ર) ભીલાલ જુશબ સમા,ઉ.વ.૩૦, રહે.શેખપીર, ટ્રાન્સપોર્ટનગર,તા.ભુજ વાળાઓને રાઉન્ડઅપ કરી આજરોજ તા.૦ર/૧૦/૧૮ ના કલાક.ર૧:૩૦ વાગ્યે અટક કરેલ છે.આ બંને આરોપીઓ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૧૦પ/૧૮, ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુના કામે તથા પઘ્ધર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૭/૧૮,ઈ.પી.કો. કલમ ૩૭૯ ના બંને ગુનામાં ઘણા લાંબા સમયથી નાસતા ફરતા હોય અને હાથ આવતાં ન હોય આજરોજ એલ.સી.બી. પોલીસે આ બંનેની અટક કરી ભુજ શહેર બી ડીવી.પો.સ્ટે.ને સુપ્રત કરવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




