ઉત્તરાયણના ચાર દિ’ પહેલા આરોગ્ય વિભાગ ચિક્કીની ગુણવત્તા તપાસશે

0
29

નમૂનાનું પરિણામ ઉત્તરાયણ બાદ જાણવા મળશે
વડોદરા,તા.૧૧
વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગનો ઘાટ કંઈક એવો છે કે તહેવારોના અંતિમ દિવસોમાં માત્ર દેખાડા પૂરતું ચેકિંગ કરવા ટીમો મેદાને ઉતરી પડી છે. જાકે આ ચેકિંગમાં પણ માત્ર રિટેઇલ વેપારીઓ પાસે જ નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે ફેકટરીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું નથી.
વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે ઉત્તરાયણના ચાર દિવસ પહેલા બજારોમાં વેચાતી અખાદ્ય ચિક્કીનો જથ્થો ઝડપી પાડવા મેદાને ઉતર્યા છે. જાકે બજારમાં એક મહિનાથી ચીક્કી વેચાઈ રહી છે. શુક્રવારે પાલિકાની વિવિધ ટીમોએ કેટલીક સ્વીટ્‌સ અને ફરસાણની દુકાનો પર વેચાતી ચિક્કીના નમૂના લેવાની તજવીજ આરંભી હતી. જે નમૂનાનું પરિણામ પૃથ્થકરણ લેબમાં ઉત્તરાયણ બાદ જાણવા મળશે. જે પહેલા શહેરીજનો આવી અખાદ્ય અને હલકી ગુણવત્તાની ચિક્કી આરોગી જશે.
દર વખતે તહેવારોના અંતિમ દિવસોમાં આરોગ્ય વિભાગની આખો ખુલે છે. અને માત્ર કાગડો પર ચેકિંગ કરવા નીકળી પડે છે. હાલ વડોદરામાં અનેક ચિક્કીના નાના મોટા કારખાના અને ગૃહ ઉદ્યોગ ધમધમે છે. પણ તેના પર ચેકિંગ કરવાને બદલે દુકાનો માંથી માત્ર કહેવા પૂરતા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY