એનઆરઆઈ સાથે લગ્ન કરતા પહેલા તમામ પાસાઓ ચકાસજો : ઈશ્વરભાઈ પરમાર

0
12

સુરત, તા.૨

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગર અને એન.આર.જી.સેન્ટર,સુરતના સંયુકત ઉપક્રમે બારડોલી ખાતે ઉકા તરસાડિયા યુનિવર્સિટી, માલીબા કૅમ્પસમાં વિદેશમાં વસતા ભારતીય સાથે લગ્ન અંગે જાગરૂકતા પરિસંવાદ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૧૯૯૮માં ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનની રચના કરી બિન નિવાસી ગુજરાતીઓ વતન સાથે જોડાઈ શકે તેમજ તેમના પ્રશ્નો અને સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ લાવી શકાય તે દિશામાં પહેલ કરવામાં આવી હતી. પ્રતિષ્ઠાન દ્વારા વિદેશમાં લગ્ન કરવા ઇચ્છતા યુવક-યુવતીઓના માર્ગદર્શન પુરુ પાડવાના ઉદ્દેશથી એન.આર.આઇ. મેરેજ સેમિનાર યોજવામાં આવે છે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા બિન-નિવાસી ગુજરાતીઓને સ્થા નિક સ્તારે જરૂરી માર્ગદર્શન, સલાહ સૂચન મળી રહે તથા તેમના પ્રશ્નનો ઉકેલ મળી રહે તેવા ઉમદા આશયથી છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા એમ કુલ ૬ શહેરોમાં એન.આર.જી. સેન્ટારોની સ્થાપના કરાઈ છે. જેમાં એન.આર.આઈ. સંબંધિત પ્રશ્નો સહિત બિન-નિવાસી ભારતીયો સાથેના લગ્નોટમાં ઉભી થતી સમસ્યારઓ, લગ્નર સંબંધી સતર્કતા, એન.આર.આઇ. પતિ/પત્નિના અધિકારો માટે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવે છે.
બિનનિવાસી ગુજરાતીઓના પ્રશ્નો અને સમસ્યાઓના હકારાત્મક ઉકેલ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, એન.આર.જી. સેન્ટ્રોએ એન.આર.આઈ. નાગરીકોનો ગુજરાત સાથે સતત સંપર્ક સેતુ જળવાઇને મજબૂત થાય અને તે થકી બિન નિવાસી ગુજરાતીઓ વતન સાથે પોતીકાપણું અનુભવે તે માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY