ભાજપના ધારાસભ્યને સ્વાઇન ફ્લૂ થતા હોસ્પિટલ ખસેડાયા

0
7

વડોદરા,તા.૧૮
રાજ્યમાં વકરી રહેલા સ્વાઇન ફ્લૂને કારણે ફફડાટ ફેલાયો છે. આ શિકારી સ્વાઇન ફ્લૂના ભરડામાં ભાજપના એક ધારાસભ્ય સપડાઇ ગયા છે. વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારને સ્વાઇન ફ્લૂ થયો છે. હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વડોદરાના સાવલી વિધાનસભા સીટ પરથી ચૂંટાયેલા ધારાસભ્ય કેતન ઇનામદાર બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, અહીં ચેકઅપમાં બહાર આવ્યું કે તેઓ સ્વાઇન ફ્લૂમાં સપડાયા છે. તાત્કાલિક ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ કેતનભાઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં શિકારી સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વધુ કહેર જાવા મળી રહ્યો છે. અહીં વધુ બે દર્દીના સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY