વડોદરામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતોમાં અસંતોષ

0
20

વડોદરા,તા.૨૪
વડોદરાના ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપો છે. ૨ હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે યોજના બનાવવામાં આવી છે. વર્ષે રૂ.૬૦૦૦ ખેડૂતોના ખાતામાં જમા કરવાની યોજના છે.
ખેડૂતોએ વર્ષે રૂ.૨૦૦૦૦ આપવાની કરી માગ. ચૂંટણી સમયે ખેડૂતોને આકર્ષવા લોભામણી જાહેરાતનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ ન આવતો હોવાનો આક્ષેપ થયો છે.
આજે ૨ હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂત પરિવારોને ૨૦૦૦ જેટલા લોકોને પ્રથમ હપ્તો આપવાનો સમારોહ હતો ત્યારે સરકાર જે વર્ષે ૬ હજાર રૂપિયા ખેડૂતોને આપતા ખેડૂતો ને પોસાય તેમ નથી તેવું ખેડૂતોનું માનવુ છે. વર્ષે ૨૦ હજાર રૂપિયા આપે તો ખેડૂતો ને પોસાય. ચૂંટણી આવતી હોવાથી ખેડૂતોને આકર્ષવા માટે ની આ લોભણાની જાહેરાત છે તેવુ માનવુ છે.
ખેડૂતો નાં મૂળ પ્રશ્નો નો ઉકેલ જ આવતો નથી.મોંઘવારી વધી રહી છે તયારે વર્ષે ૬ હજાર રૂપિયાનો લાભ મળી શકે તેમ નથી. ખેડૂતોની ઉપજના યોગ્ય ભાવ મળતા હોય તો આવી કોઇ યોજનાની સરકારને ચૂંટણી સમયે જરૂર ના પડે એવું પણ ખેડૂતોએ જણાવ્યુ હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY