પ્રિયંકા ગાંધીની સામાન્ય મહિલાઓ પર પકડ નથી, જનતા નહીં સ્વીકારેઃ અનિતા સિંઘ

0
248

વડોદરા,તા.૨૪
ભાજપના મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને રાજસ્થાનના ધારાસભ્ય અનિતા સિંઘ આજે વડોદરાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પ્રહારો કર્યાં હતા. અનિતા સિંઘે જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધીની સામાન્ય મહિલાઓ પર પકડ નથી. ઉત્તરપ્રદેશની જનતા પ્રિયંકાને નહીં સ્વીકારે. ભાજપમાં સામાન્ય મહિલાઓ આગળ આવીને કામ કરી શકે છે, પરંતુ કોંગ્રેસમાં એક જ પરિવારના લોકો આગળ આવી શકે છે. જાકે ભાજપ જીતવા વાળી મહિલાઓને જરૂરથી ટીકીટ આપશે. ગુજરાતમાં કોગ્રેસની ઝ્રઉઝ્ર બેઠકને લઈને અનિતા સિંઘે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો પ્રિયંકા ગાંધી કે કોગ્રેસને કિયારેય નહી સ્વીકારે.
વડોદરા શહેરના ભાજપ કાર્યલયમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ ભાજપના મહિલા મોર્ચાના અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા જણાવ્યું હતું કે, મહિલા મોર્ચા દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં ખાટલા બેઠક અને ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજશે. જેમાં મહિલાઓ પાસેથી ભાજપના મેનિફેસ્ટો માટેના સૂચનો માંગવામાં આવશે. જેમાં ગુજરાતની મહિલાઓ શું ઇચ્છે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. જેના માટે દરેક વિધાનસભા ક્ષેત્રમાં લોકોના સૂચન માટે બોકસ મૂકાશે. અને મહિલાઓના સૂચનોને મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત સરકારની દરેક યોજનાઓ મહિલાઓ સુધી પહોચાડવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY