રેલવે કોરિડોર માટે સંપાદન થયેલી જમીનનું વળતર ન મળતા ખેડૂતો રોષે ભરાયા

0
6

વડોદરા,તા.૧
હરિયાણાના રેવડીથી મુંબઇ સુધીના ડેડિકેટેડ ફ્રેઈટ રેલવે કોરિડોર માટે સંપાદન કરેલી જમીનનું વળતર ન મળતા વડોદરા નજીક આવેલા સમિયાલાના ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં પોલીસે વિરોધ કરી રહેલા બે ખેડૂતોની અટકાયત કરી હતી.
વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા સમિયાલા ખાતેના બ્લોક નં-૨૮૧માં રેલવે કોરિડોરને લઇને જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. આ સમયે અગાઉ સંપાદન થયેલી જમીનમાં ખેડૂતોને ઓરડી અને ટ્યુબવેલનું વળતર ન મળ્યું હોવાથી હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના હસમુખ ભટ્ટ સ્થળ પર દોડી ગયા હતા. અને દરમિયાન ગીરી કરી હતી. પરંતુ ખેડૂતોના વિરોધને પગલે પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને મામલો શાંત પાડ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY