કારની અડફેટે મોપેડ સવાર યુવાનનું મોત નીપજ્યું

0
11

વડોદરા,તા.૧૭
વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં-૪૮ પર તરસાલી ચોકડી પાસે વહેલી સવારે કાર ચાલકે મોપેડને અડફેટે લેતા યુવાન ૨૦થી ૨૫ ફુટ હવામાં ફંગોળાયો હતો. જેથી ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. એકનો એક દિકરો ગુમાવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટીમાં ભાવેશ પરમાર નામનો યુવાન પત્ની અને બાળકી સાથે રહેતો હતો. ભાવેશ વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ તરસાલી બાયપાસ પાસે આવેલી લિજેન્ડ હોટલ પાસેથી મોપેડ લઇને પસાર થઇ રહ્યો હતો, તે સમયે પુરપાટ ઝડપે સામેથી આવતી કારના ચાલકે મોપેડ પર સવાર ભાવેશને અડફેટે લીધો હતો. જેમાં ભાવેશને માથા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.
અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની ઓળખમાં પોલીસને ૪ કલાકનો સમય લાગ્યો હતો. જેથી ઓળખ થયા બાદ યુવકનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં લવાયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY