વડોદરા,તા.૪
વડોદરાના જૂના પાદરા રોડ વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જનરલ ઈન્શ્યોરન્સ કંપનીમાં ઓફિસના સમય પછી જુગારધામ ધમધમી રહ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.
બેન્કર્સ હોસ્પિટલ સામે પંચમ હાઈટ સ્ટ્રીટના સેકન્ડ ફલોર પર આવેલી એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો અલ્કેશ કૌશિક રાણા રહે.પ્રેરણા પોળ, નાગરવાડા જુગાર રમવા માટે માણસો બોલાવતો હોવાની વિગતોને આધારે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જયદીપ સિંહ જાડેજા અને એસીપી ડી.એસ ચૌહાણએ ટીમ રવાના કરી હતી.
સાંજે પોલીસની ટીમે છાપો મારતા જુગાર રમી રહેલા દસ જણા ઝડપાઈ ગયા હતા. પોલીસે સૂત્રધાર અલ્કેશ રાણા અને નાગરવાડા સ્લમ કવાટૅર અને નવી ધરતી વિસ્તારમાં રહેતા અન્ય ૯ જુગારીઓને પાસે રૂપિયા ૧.૦૮ લાખ રોકડા, ૧૨ મોબાઇલ અને ૫ ટુ-વ્હીલર મળી કુલ રૂપિયા ૩ લાખની મતા કબજે કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



