સોના-ચાંદીના ભાવમાં સુધારાની ચાલ, ખાંડના વધે તેવી શક્યતા

0
96

ન્યુ દિલ્હી,તા.૧૦
કેન્દ્ર સરકાર શુગર ઉપર ત્રણ ટકા સેસ નાખવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. હાલ પાંચ ટકા જીએસટી લાગી રહ્યો છે. સરકાર વધુ ત્રણ ટકા સેસ લાદે તો ટેક્સ વધીને આઠ ટકા થાય, જેના પગલે ખાંડના ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે હાલ હાજર બજારમાં મધ્યમ કદની ખાંડના ભાવ ૩,૨૦૦થી ૩,૨૫૦ની આસપાસ ચાલી રહ્યા છે, જ્યારે રિટેલમાં રૂ. ૩૪થી ૩૮ પ્રતિકિલોની સપાટીએ જાવા મળી રહ્યા છે.
આજે શરૂઆતે સોના અને ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જાવા મળી હતી. વૈશ્વિક બજારમાં સોનું ૧૨૬૦ ડોલરની નજીક પહોંચતા ઘરઆંગણે ૩૨,૦૦૦ની નજીક ૩૧,૯૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ચાંદીમાં પણ ૪૦,૫૦૦ની સપાટીએ ભાવ જાવા મળ્યો હતો.
બે દિવસમાં ચાંદીમાં ૬૦૦ રૂપિયાનો ઉછાળો જાવાયો છે. દેશમાં આગામી દિવસોમાં ફેસ્ટિવલ સિઝનના પગલે વધતી માગની અસરથી સ્થાનિક બજારમાં સોનું પ્રીમિયમ પર વેચાઇ રહયું છે. આ વખતે માગ ઊંચી રહે તેવી શક્યતા પાછળ સોના-ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જાવાઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY