નદીમાં ડૂબતા યુવાનનો જીવ બચાવનાર યુવતીની રોડીઝ રીયલ હીરોઝ કેટેગરીમાં પસંદગી

0
5

વડોદરા,તા.૫
વડોદરા શહેરની યુવતી ભર્ગસેતુ શર્માની રોડીઝ રીયલ હીરોઝ કેટેગરીમાં પસંદગી થઇ છે. એમટીવીના શો રોડીઝમાં આ વર્ષે રીયલ હીરોઝની કેટેગરી રાખવામાં આવી છે. પોતાના જીવનમાં અન્ય લોકોને પ્રેરણા મળે તેવા કાર્યો કર્યાં હોય તેવા યુવાનોને આ કેટેગરી અંતર્ગત ડાયરેક્ટ શોમાં એન્ટ્રી મળે છે. રોડીઝ રીયલ હીરોની કેટેગરીમાં ફક્ત ૩ જ યુવાનોની પસંદગી કરવામાં આવી છે. જેમાં હૈદરાબાદના મીલિન્દ ચંદવાની, નેપાળના બિધાન સાથે વડોદરાની ભર્ગસેતુ શર્માનો સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૧૮માં સાવલી સ્થિત રસલપુર ખાતે મહીસાગર નદીમાં ડૂબી રહેલા યુવકને ભર્ગસેતુ શર્માએ જીવના જાખમે બહાર કાઢીને તેને જીવનદાન આપ્યું હતું. નદીમાં ડુબી રહેલા યુવકને ૨૦ ફુટ ઉંડેથી બહાર લાવીને તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સી.પી.આરની ૩૦ મિનીટ સુધી સારવાર મળ્યા બાદ યુવક સ્વસ્થ થયો હતો. તેની આ બહાદુરી ભર્ગસેતુને તાજેતરમાં રક્ષામંત્રીના હસ્તે દિલ્હી ખાતે રક્ષા મંત્રી પદકથી સન્માનિત કરવામાં આવી હતી. તેની આ જ બહાદુરી માટે રોડીઝ રિયલ હીરોઝમાં તેની પસંદગી કરવામાં આવી છે. ઇન્દોર ખાતે રોડીઝના ઓડીશનમાં તેનું સિલેક્શન થયું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY