વડોદરા,તા.૧૮
ભલે ચિકિત્સા જગતમાં ગમે તેટલું અજાયબી જાવા મળ્યું હોય પણ ડાક્ટરો માને છે કે આવી ઘટના દેશમાં ભાગ્યે જ જાવા મળે છે, લગભગ આ ઘટના કદી જાવા મળી નથી. પુણેના ગૅલેક્સી કેર હોસ્પિટલમાં એક મહિલાએ પોતાની માતાના ગર્ભાશયથી બાળકને જન્મ આપ્યો છે, ૧૭ મહિના પહેલા જ સ્ત્રીના ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને તેની માતાએ તેને આ અંગ ડોનેટ કર્યું હતું. બાળક અને માતા બન્ને સલામત છે અને ડાક્ટર્સ તેની સેવામાં છે.
વડોદરાની સ્ત્રીનું ૧૭ મહિના પહેલા ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને બાળકને જન્મ આપ્યો, આ ઘટના દેસમાં બીજી ઘટનાં છે. પહેલું આવું ઓપરેશન પણ એક દિવસ પહેલા જ થયું હતું. બાદમાં પ્રેગ્નેન્ટ થયેલ સ્ત્રીને ડોક્ટર્સે ઇમર્જન્સીમાં સિઝેરિયનથી બાળકને કાઢવુ પડ્યું અને તેણીએ બાળકને જન્મ આપ્યો. જાકે બાળકનો જન્સ સમય પહેલા થયો હતો અને ૩૨ અઠવાડિયાની પ્રેગ્નેન્સી પછી બાળક જનમ્યું હતું, પરંતુ તે સ્વસ્થ છે. ટ્રાન્સપ્લાન્ટ સર્જન શૈલેશ પુંટામબેકરે કહ્યું કે ‘જન્મ સમયે સમયે બાળકનું વજન ૧,૪૫૦ ગ્રામ હતું. હવે બાળક અને માતા બંને સ્વસ્થ છે.
છેલ્લું એક વર્ષ ખૂબ જ પડકારજનક રહ્યું હતું, પરંતુ ટ્રાન્સપ્લાન્ટ પછી સફળતાપૂર્વક સ્વસ્થ બાળકનો જન્મ થયો છે. આ બાળક હવે દેશ અને વિશ્વને આ રીતે એમનાં જન્મની અનોખી વાર્તા સંભળાવશે’ ડાક્ટર્સ જ્યારે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં સી-સેક્શનની તૈયારી કરી રહ્યા હતાં, જ્યારે ગર્ભ લગભગ ૩૪ અઠવાડિયાનું થયું હતું, અચાનક પરિસ્થિતિ બગડી અને માતાનું બ્લડ શુગર અને બલ્ડ પ્રેશર વધી રહ્યા હતાં. ડાક્ટરએ તપાસ કરી તો ખબર પડી કે પ્લેસેન્ટા (ગર્ભને પોષણ આપનાર અંગ) ગર્ભથી વધુ ઝડપથી વિકાસ પામી રહ્યું છે. આવા સમયે ગર્ભ અવ્યવસ્થિત રહે છે અને શરીરને લાગે છે કે તે વિકસિત થાય છે અને તેને શકિત મળવાનું બંધ થાય છે.
મહિલાને તેની ૪૫ વર્ષની માતાએ પોતાનું ગર્ભાશય ડોનેટ કર્યું. ટ્રાન્સપ્લાન્ટ કેસમાં પ્રેગ્નેન્સીની ખબર પડી ત્યારથી જ મહિલાની પુણે હોસ્પિટલમાં દેખરેખ રાખવામાં આવી હતી. વાસ્તવમાં આ પરિસ્થિતિમાં અંગનું ટ્રાન્સપ્લાંટ થાય છે પરંતુ બધા નર્વ્સ પહેલાની જેમ નથી જાડાય રહેતા તેથી ગર્ભવતીને દુખાવાની ખબર નથી પડતી. આ કારણોસર આ પ્રક્રિયા પડકારરૂપ હતી. આખરે માતા અને બાળક બંને સ્વસ્થ છે અને ડાક્ટર પણ આ ઘટનાને મહાન સફળતા માને છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




