વડોદરા,તા.૧૮
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અકોટા બ્રિજ પાસે મોંઘવારીના રાક્ષસનું દહન કરવામાં આવ્યું હતું. અને ભાજપ સામે સુત્રોચ્ચારો કરીને સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
હાલ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સહિત મોંઘવારીએ માઝા મુકી છે. જેથી આજે દશેરા પર્વે વડોદરા શહેર કોંગ્રેસે મોંઘવારીના રાક્ષસના દહનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અકોટા બ્રિજ પાસે મોંઘવારીના રાક્ષસનું દહન કર્યું હતું. સાથે જ હાય રે ભાજપ હાય હાયના નારા લગાવીને સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
મોંઘવારીના રાક્ષસ દહનના કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જાડાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



