૩૧મી ઓક્ટોબરે કોર્ટમાં લેવાશે એમ.જે.અકબરનું નિવેદન આરોપોથી ૪૦ વર્ષમાં બનાવેલી છબીને થયું નુકસાન : અકબરના વકીલ બોલ્યા

0
9

ન્યુ દિલ્હી,તા.૧૮
એમજે અકબર સાથે જાડાયેલ કથિત યૌનશોષણ મામલામાં ગુરુવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન તેમની વકીલ ગીતા લુથરાએ કહ્યું હતું કે આરોપોના કારણે અકબરે રાજીનામું આપવું પડ્યું અને તેમણે ૪૦ વર્ષમાં બનાવેલી છબીને ઘુણું નુકસાન થયું છે. કોર્ટે માનહાનિ મામલામાં તેમનું નિવેદન લેવા માટે ૩૧ ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે.
મામલાની સુનાવણી દરમિયાન વકીલ ગીથા લુથરાએ એમજે અકબરનો પક્ષ રાખ્યો હતો. સુનાવણી દરમિયાન ગીતા લુથરાએ પત્રકાર પ્રિયા રમાનીના ટ્વિટ વાચવાનું શરૂ કર્યું હતું. વકીલે કહ્યું હતું કે રમાનીએ અકબર સામે ઘણા ટ્વિટ કર્યા છે. હું બધા વાચવા માંગતી નથી પણ આ માનહાનિનો મામલો છે. મારા ક્લાઇટે રાજીનામું આપ્યું છે.તેમણે છેલ્લા ૪૦ વર્ષમાં બનાવેલી છબીને નુકસાન પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે યૌન શોષણના આરોપ લાગ્યા પથી વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY