૨૭ લાખની ૫૪૦ ડુપ્લિકેટ ઘડિયાળ સાથે એકની ધરપકડ

0
9

વડોદરા,તા.૧૪
વડોદરા શહેરમાં આવેલી ડાલસન નામની ઘડિયાળની દુકાનમાંથી ૨૭ લાખની કિંમતની ૫૪૦ ડુપ્લિકેટ ઘડિયાળ સાથે ઇશ્વર ધનશ્યામભાઇ સજનાનીની વડોદરા ક્રાઇમ બ્રાચે ધરપકડ કરી છે.
પારેખ ઇન્ટલેક્ચ્યુલ સર્વિસીસ નામની કંપનીની ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દુકાનમાં રેડ કરી હતી. જેમાં ૨૧ જેટલા કંપનીની ડુપ્લિકેટ ઘડિયાળો પોલીસને મળી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY