મકાનમાં ઘૂસી બે વ્યક્તિ પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો

0
8

ભાવનગર,તા.૧૪
પાલીતાણા તાલુકાના રાણપડા ગામે ખેડૂત પર હુમલો કરી ઇજા પહોંચાડ્યા બાદ બૃહદગીર ગણાતા પાલીતાણા પંથકના ડુંગરાળ વિસ્તારમાં ગુમ થઇ ગયેલો દીપડો ગુરૂવારે માનવ વસાહતમાં ઘૂસી ગયો હતો. આથી સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. પાલીતાણાના નવાગઢ વિસ્તારમાં આવેલા એક મકાનમાં વહેલી સવારે ઘુસેલા દીપડાએ બે વ્યક્તિને ઇજા કરી હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે. નવાગઢ વિસ્તારમાં રહેતા નટુભાઈ માળીના મકાનમાં વહેલી સવારે અચાનક દીપડો ઘૂસી જતા ભારે નાસભાગ મચી હતી હાલ બનાવને લઈ ફોરેસ્ટ અને પોલીસ વિભાગ બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગે ઇન્જેક્શન મારી દીપડાને બેભાન કરી પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભાવનગર જિલ્લો બૃહદગીર વિસ્તારમાં સમાવિષ્ટ થયા બાદ શહેર અને જિલ્લામાં મોટાભાગે રાની પશુઓના આંટાફેરા વધ્યા છે. તેની સાથોસાથ પાલીતાણા અને જેસર પંથકમાં રાની પશુઓ દ્વારા માનવ વસાહતોમાં ઘૂસીને માનવીઓ પર હુમલા કરવાના બનાવો વધ્યા છે. મંગળવાર રાત્રે પાલીતાણા તાલુકાના રાણપડા ગામે વાડી વિસ્તારમાં ખેડૂત તુલસીભાઈ રણછોડભાઈ ઘોરી પોતાના ખેતરમાં પાણી વાળતા હતા ત્યારે પાછળથી દીપડાએ હુમલો કરતા ખેડૂતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલ થયેલ ખેડૂતને પાલીતાણા હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY