વડોદરા,તા.૧૬
શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીએ સમયસર ૧૫૦૦૦ વીજ બિલ ન ભરતા વીજ કંપનીએ કનેક્શન કાપી દીધુ હતું, ૪ કલાક સુધી વીજ પુરવઠો બંધ હોવાથી રજિસ્ટ્રાર ઓફિસે દસ્તાવેજાની કામગીરી માટે આવેલા ૨૦૦ જેટલા લોકો અટવાઈ ગયા હતા.
સબ રજિસ્ટ્રાર ખુમાનસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, કચેરીનું અંદાજે રૂપિયા ૧૫૦૦૦ બીલ બાકી હતું. આજે સવારે ૧૦-૩૦ વાગે વીજ કંપની દ્વારા વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું. જાકે, ગ્રાન્ટ આવ્યા બાદ વીજ બિલ ભરી દેવાની ખાતરી આપ્યા બાદ કનેક્શન ચાલુ કરી દેવામાં આવ્યું છે. ભવિષ્યમાં આવી ભૂલ નહિં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



