પ્રતિબંધિત પબજી ગેમ રમતાં વધુ ૩ યુવાનો ઝડપાયા

0
9

વડોદરા,તા.૧૬
વડોદરા શહેરમાં પ્રતિબંધિત પબજી ગેમ રમવાના ગુનામાં વડોદરા ક્રાઈમ બ્રાંચે ૩ યુવાનોની ધરપકડ કરી છે. શુક્રવારે રાત્રિએ ન્યુ સમા રોડ પર જાહેરમાં પબજી રમતાં યુવાનોની ધરપકડ કરી છે. આ સાથે ૨૮ હજારના ૩ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. યુવાનોએ પોલિસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કર્યો હોવાના ગુનામાં યુવાનોની ધરપકડ થઈ છે.
આ યુવાનોમાં મિલિન સંજયભાઇ ચીતે (રહે. સાહેબકૃપા સોસા. ન્યુ સમા રોડ), જય જયેશભાઇ પટેલ (રહે. સાંઇકૃપા સોસા. ન્યુ સમા રોડ) અને હીમાંશુ જીતેન્દ્રભાઇ રાઠોડ (રહે. સાંઇકૃપા સોસા. ન્યુ સમા રોડ)ની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY