પુત્રી મોનિકા ટી.વી. એન્કર, ટી.વી. રિપોર્ટર, મહિલા પી.આઇ.ની ઓળખાણ આપતી હતી
વડોદરા,તા.૧૭
શહેરના વેપારી પાસેથી સામાન લઈ છેતરપીંડી કરતા પિતા-પૂત્ર અને પુત્રીની પોલીસે ધરપકડ કરી છે. ડી.સી.પી. ક્રાઇમ જયદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડોદરા નજીક આવેલા સુંદર ગામ સ્થિત ૩૯, ક્રિશ રેસિડેન્સીમાં રહેતા રાજુ ગણપતભાઇ ઝાલા અને તેમના પુત્ર પિયુષ ઉર્ફ યશ અને પુત્રી મોનિકા ઝાલાની પોલીસે ધરપકડ કરી છે. વાડી, ગોત્રી, જુના પાદરા રોડ, લક્ષ્મીપુરા માંજલપુર વિગેરે વિસ્તારમાં આવેલા શો રૂમોમાં જતા હતા. અને પોતે પોલીસ અધિકારીઓનો રોફ મારતા હતા.
જેમાં યુવતી ક્્યારેક પત્રકાર હોવાનું પણ વેપારીઓને જણાવતી હતી. અને વેપારીને વિશ્વાસમાં લઇ તેઓની દુકાનોમાંથી સિલીંગ ફેન, મિક્ષર મશીન, ગીઝર, બ્લેંન્ડર જેવી ચિજવસ્તુઓ લેતા હતા. અને તેના બદલામાં ખોટા ચેક આપતા હતા. વેપારી તેઓના બેંક એકાઉન્ટમાં ચેક ભરતા ત્યારે રિર્ટન આવતા હતા. આ ત્રિપુટી જે ચિજવસ્તુઓ લાવતી હતી. તે ચિજવસ્તુઓ વેચીને રોકડી કરી લેતી હતી.
પોલીસે તેઓના ઘરમાંથી પોલીકેબ, એવર રેડી, ક્રોમ્પટન, હેવલ્સ વિગેરે કંપનીના ૨૫ નંગ સિલીંગ ફેન, રોટી મેકર, સેન્ડવિચ મેકર, ઇંડક્ષન, સબમર્શીબલ પંપ, ગીઝર, પ્રોટીન પાવડરના ડબા, એલ.ઇ.ડી. લાઇટો, વોટર ફિલ્ટર, ઇલેકટ્રીક સગડી, વિગેરે મળી કુલ્લે રૂપિયા ૪.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




