પણજી,તા.૧૭
ગોવા બીજેપીના ધારાસભ્ય અને ડેપ્યુટી સ્પીકર માઇકલ લોબોએ કહ્યુ હતુંકે, મુખ્યમંત્રી મનોહર પારિકરના સાજા થવાની પ્રાર્થના કરે છે. પરંતુ તેમની બચવાની સંભાવના નથી. તેમણે કહ્યુ કે, ગોવામાં નેતૃત્વ નહીં બદલે. જ્યાં સુધી પારિકર છે તેઓ ગોવાના મુખ્યમંત્રી રહેશે. કોઇએ તેમની જગ્યા લેવાની માંગ કરી નથી. અમે પ્રાર્થના કરીશું કે તેઓ વહેલી તકે ઠીક થઇ જાય. પરંતુ એની કોઇજ સંભાવના નથી. જા તેમને કંઇ થાય છે તો આગામી મુખ્યમંત્રી બીજેપીથી જ હશે.
લોબોએ વધુમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે પારિકરની તબીયત વધારે ખરાબ થઇ ગઇ હતી. જેના કારણે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમનું કહેવું છે કે, તેઓ સાજા થઇ જશે. ત્રણ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી થશે. આ સીટો ઉપર ઉમેદવારો જાહેર કરવાને લઇને આ બેઠક હતી.
આ પહેલા પારિકરના સ્વાસ્થ્યને લઇને સીએમ કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે, મીડિયાના કેટલાક રિપોર્ટના સંબંધમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે મુખ્યમંત્રી મનોહર પારિકરની હાલત સ્થિર છે. કેટલાક દિવસો પહેલા માઇકલ લોબોએ કહ્યુ કે પારિકર ખુબ જ બીમાર હતા. હવે તેઓ ભગવાન ભરોસે જીવિત છે.
આ પહેલા વિપક્ષે કહ્યુ હતું કે, પારિકરને તેમની બીમારીના કારણે તેમને ફરજમાંથી મુક્ત કરવા જોઇએ. ગોવાના વીજ મંત્રી નિલેશ કેબરલે ગુરુવારે એક સમ્મેલનમાં કહ્યુ હતું કે, પારિકર આગામી ચૂંટણીમાં ભાજપના અભિયાનનું માર્ગદર્શક બનશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




