લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનેરો લગાવાતા વિવાદ સર્જાયો

0
5

વડોદરા,તા.૧૮
વડોદરા શહેરના નિઝામપુરામાં દલિતોના સ્મશાનની જગ્યામાં લઘુમતી બિલ્ડર ગૃપ દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા બાંધકામ અટકાવવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનેરો લગાવાતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક રહીશો દ્વારા શરત ભંગ અને અશાંતધારાના ભંગની રજૂઆત સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગર સેવા સદનના માજી મેયર ભરત શાહે જણાવ્યું હતું કે, નિઝામપુરા વિસ્તારમાં સાનિધ્ય સોસાયટીમાં દલિત સમાજના લોકો રહે છે. આ ઉપરાંત તેની આસપાસ સુર્યોદયનગર, પુનિત પાર્ક, ભવાનીપુરા, તપોવન વિગેરે મળી ૭૦ સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટી પાસે રે.સ. નંબર-૯૫૭-૨ વાળી ગોચરની જમીન આવેલી છે. ગોરવા ગ્રામ પંચાયતે આ જમીન જેતે સમયે કારખાના માટે ફાળવી હતી. બાદમાં આજ જમીન ઉપર આ દલિત સમાજ સ્મશાન તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. જે જમીનનો લઘુમતીના કેટલાંક લોકોએ દસ્તાવેજ કરી ત્યાં બાંધકામ શરૂ કરતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ જમીન ઉપર થઇ રહેલા બાંધકામ સામે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY