હોળી-ધૂળેટીએ મહી અને નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ મુકાયો

0
14

વડોદરા,તા.૨૦
હોળી-ધુળેટીએ મહીસાગર અને નર્મદા નદીમાં નાહવા જતાં દુર્ઘટનાઓ બનતી હોવાથી કલેક્ટરે લાંછનપુર, સિંધરોટ ચેકડેમ અને નારેશ્વર ખાતે બંને દિવસ નાહવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અને રસ્તા પર જતાં વાહનોને રોકીને હોળીના પૈસા ઉઘરાવતા લોકો સામે પણ પગલાં ભરવા જાહેરનામું બહાર પાડ્યું છે.
વડોદરા જિલ્લાના સાવલીના લાંછનપુર ખાતે મહીસાગર નદીના પટ, સિંધરોટ ચેકડેમ, શિનોરના દિવેરમઢી નર્મદા નદી પટ અને કરજણ નજીક નારેશ્વર ખાતે પાણીમાં નાહવા જવાથી ડૂબી જવાની ઘટનાઓ અગાઉ બની હોવાથી જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે હોળી-ધુળેટીના દિવસે આ તમામ જગ્યાઓ પર દુર્ઘટના ટાળવા માટે નાહવા જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમણે આ અંગે જાહેરનામું બહાર પાડી હુકમનો ભંગ કરનાર વ્યકિત સામે કાર્યવાહી કરવાની તાકીદ કરી છે.
વડોદરા ડીએસપી તરુણકુમાર દુગ્ગલે પણ જણાવ્યું છે કે, બે દિવસ દરમિયાન મહીસાગર અને નર્મદા નદીના કિનારમાં કોઇ નહાવા માટે ન જાય તે માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY