ગેસ સિલિન્ડર્સની ચોરી કરતા આરોપીની ધરપકડ

0
7

વડોદરા,તા.૨૦
વડોદરા પાસે નેશનલ હાઇવે પર આવેલી એલએન્ડટી કંપનીના કેન્ટીનના ગોડાઉનમાંથી ગેસ સિલિન્ડર્સની ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
વડોદરા શહેરના ગાજરાવાડી સુએઝ પંપીંગ સ્ટેશન પાસે રહેતા અલ્પેશ ઉર્ફે અલ્લુ મહાવીર શાહ છેલ્લા ૬ માસથી એલએન્ડટીમાં ટેમ્પો લઇને કચરો લેવા જતો હતો. કચરાની સાથે કંપનીના કેન્ટીનની પાછળ આવેલા ગોડાઉનમાંથી ગેસ સિલિન્ડર ચોરી લાવતો હતો.
આ સિલિન્ડર તેને પોતાના ઘરમાં સ્ટોક કર્યાં હતા. અને ગ્રાહક મળે એટલે વેચી દેતો હતો. પોલીસને અલ્પેશ ગેસના સિલિન્ડર્સ વેચતો હોવાની બાતમી મળતા તેના ઘરમાં દરોડો પાડીને ૨૦ નંગ સિલિન્ડર કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY