એસસી-એસટી કેસની સુનાવણીમાં વિલંબ કરનાર જજને નોટિસ

0
14

ન્યુ દિલ્હી,તા.૨૦
નિશ્ચિત સમયની અંદર સુનાવણી નહી કરવા પર સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશની દેવરિયાની વિશેષ (એસસી-એસટી એક્ટ) જજ સામે નારાજગી વ્યક્ત કરતાં તેમને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રારને પણ નોટિસ આપી છે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ત્રણ જજની પીઠે આ આદેશ આપતાં મામલાની સુનાવણી ચાર સપ્તાહ સુધી ટાળી દીધી છે. પીઠે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશોના પાલનમાં ચૂક થવી એ ગંભીર મામલો છે. સુપ્રીમ કોર્ટે ૯ ડિસેમ્બર ૨૦૧૬માં દેવરિયાના વિશેષ જજને નિર્દેશ આપ્યો હતો કે તેઓ આ કેસની ટ્રાયલ છ માસની અંદર પૂરી કરે.
કોર્ટે કહ્યું હતું કે જો પ્રતિવાદી દ્વારા મામલામાં કોઈ અડચણ ઉભી કરવામાં આવે અથવા સાક્ષીઓને પ્રભાવિત કરવાની કોશિશ કરવામાં આવે તો વિશેષ જજ આ અંગે આદેશ પસાર કરવા માટે સ્વતંત્ર હશે.
આ આદેશના બે વર્ષ બાદ દેવરિયાના વિશેષ એસસી-એસટી જજે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને આગ્રહ કર્યો કે ટ્રાયલને પૂરી કરવા માટે થોડો વધારાનો સમય આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લેતાં કહ્યું કે ૨૯ જાન્યુઆરી-૨૦૧૯થી લઈને અત્યાર સુધી વિશેષ જજે સાત વખત કાર્યવાહી સ્થગિત કરી હતી. તેમાં ત્રણ સ્થગિત તો આરોપી પક્ષના આગ્રહ દ્વારા આપવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY