વડોદરા,તા.૨૫
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના આજવા ગાર્ડન ખાતે આજવા થીમ પાર્ક એટલે કે તાપી પ્રોજેક્ટ વડોદરા કોર્પોરેશને પીપીપી ધોરણે વિકસાવવા ગુજરાત ટુરીઝમ અને ક્્યુબ કન્સ્ટ્રક્શન સાથે તાપી પ્રોજેક્ટ હેઠળ કરાર કર્યો હતો. જેની વિગતો છેલ્લા બે મહિનાથી માગવા છતાં મળતી નથી. જેથી કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ધરણા પર બેસી ગયા હતા.
ટુરીઝમ કોર્પોરેશનના ભારત સરકારના સ્પેશિયલ પ્રોજેક્ટ ઝોનલ ઇજનેર દ્વારા લેખિત જણાવાયું હતું કે માંગેલી માહિતીનો રેકોર્ડ અમારી ઓફિસમાં ઉપલબ્ધ નથી. તેથી માંગેલી માહિતી આપી શકાય તેમ નથી. આનો અર્થ એ થયો કે કોર્પોરેશન અને ટુરિઝમ પાસે દસ્તાવેજા નથી તો પછી દસ્તાવેજા ક્યાં ગાયબ થઇ ગયા તેઓ સવાલ કર્યો હતો તેઓએ કહ્યું હતું કે આજવા થીમ પાર્કની ટેન્ડર પ્રક્રિયા ટુરિઝમ દ્વારા કરાઈ હતી અને તેની માહિતી તેની પાસે હોવી જ જાઈએ જમીન કોર્પોરેશનની છે અને તેના પર પ્રોજેક્ટ ઉભો કરવામાં આવ્યો છે.
બીજીબાજુ આ તાપીના સંચાલકો આજે ખાનગી મિલકત છે તેવી જાહેરાત કરે છે અને ત્યાં મોંઘી રાઇડ્સ લેસર શો રેસ્ટોરેન્ટ વગેરેની આનંદ-પ્રમોદ માટેની જગ્યા ઊભી કરી છે અને મોંઘી ફી વસુલ કરીને લોકોની ઉઘાડી લૂંટ ચલાવે છે પાર્ક એન્ડ ગાર્ડન ઓફીસમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર એ કહ્યું હતું કે આ પ્રોજેક્ટમાં ૧૦ કરોડ જીએસએફસી એ અને ૭૫ કરોડ રાજ્ય સરકારે આપ્યા હતા તો પછી આ પ્રોજેક્ટ પીપીપી ધોરણે બન્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



