શ્રૃતિ કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા વર્લ્ડ હિયરિંગ ડેની ઉજવણી
સુરત, તા.૪
વિશ્વ હિયરીંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રુતિ કોકલીયર ઇમ્પાલન્ટ સેન્ટર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. સુરતમાં હવે નવજાત બાળકોની બહેરાશ જાણવા હિયરીંગ સ્કીનીંગ ટેસ્ટ કરાશે. : બાળકના જન્મ પછી ત્રણ અને છઠ્ઠા મહિને બાળક કેટલુ સાંભળી શકે છે તેનો ટેસ્ટ મોબાઇલ જેવા નાના ઇન્સ્ટુમેન્ટથી કરાશે. શ્રુતિ કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા શહેરની ૧૦ હોસ્પિટલ સાથે જાડાણ કરી જન્મજાત બહેરાશ ધરાવતા બાળકોના ઇલાજની વ્યવસ્થા કરાઇ છે.
કોકલીયર ઇમ્પલાન્ટના નિષ્ણાંત તબીબ ડો. સૌમિત્ર શાહ અને તેમની ટીમ દ્વારા સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ શ્રુતિ હોસ્પિટલમાં વિનામુલ્યે ૫૦૦થી વધુ બાળકોમાં કોકલીયર ઇમ્પાલન્ટ સર્જરી કરાઇ છે. જા બાળકના જન્મ સાથે જ તેની બહેરાશનો પ્રશ્ન નજર સમક્ષ આવે તો આવા બાળકોની બહેરાશ દૂર કરી શકાય છે. પ્રત્યેક ૧૦૦૦ બાળકે ૩ બાળકો જન્મજાત બહેરાશ સાથે જન્મે છે. સુરતમાં અંદાજે ૩૦૦૦૦ બાળકો જન્મજાત બહેરાશ ધરાવે છે. શ્રુતિ હોસ્પિટલ દ્વારા શહેરની ૮ ગાયનેક હોસ્પિટલ સહિત ૧૦ હોસ્પિટલ સાથે જાડાણ કર્યું છે. જયાં શ્રુતિના નિષ્ણાંત તબીબો જઇને જન્મજાત બાળકોની બહેરાશના લક્ષણો જણાશે તો તેનો સમયસર ઉપચાર કરાશે. છેલ્લા ૧૦ વર્ષથી દક્ષિણ ગુજરાતમાં કોકલીયર પ્રત્યારોપણ કરનાર ડો. સૌમિત્ર શાહે જણાવ્યું હતું કે અત્યાર સુધી ૭૦૦ જેટલી કોકલીયર ઇમ્પાલન્ટ સર્જરી સફળતા પુર્વક કરવામાં આïવી છે. હોસ્પિટલે ૨૦૧૫ પછી સરકારના શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ ૬ વર્ષથી ઑછી ઉમરના બાળકોને વિનામુલ્યે કોકલીયર ઇમ્પાલન્ટ કર્યું છે. જન્મથી બહેરાશ ધરાવતા બાળકોને સર્જરી અને એક વર્ષનો સ્પીચ થેરાપી ખર્ચ ચિન્મય પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ ઉપાડે છે. આજે રાજયકક્ષા આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના હસ્તે મૂક-બધિર વિકાસ ટ્રસ્ટ અંબિકા નિકેતન ખાતે કોકીલીયર ઇમ્પાલન્ટ બાળકોની સિદ્ધિઑની સીડીનું વિમોચન કરવામાં આïવ્યું હતું. ઇમ્પાલન્ટ બાદ બાળકો નોર્મલ રીતે હસીબોલી શકે છે અને શાળામાં ભણે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




