ગાંજાની લતે ચડેલા બે કોલેજીયન યુવકોની ધરપકડ

0
2

વડોદરા,તા.૨૫
વડોદરા શહેરમાં ચરસ-ગાંજાના જથ્થા પકડવાના બનાવ બન્યા બાદ એસઓજીની ટીમ દ્વારા નશાખોરોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
યુનિવર્સિટી કેમ્પસ, રેલવે સ્ટેશન, ફતેગંજ, રાત્રી બજાર સહિતના વિસ્તારોમાં એસ.ઓ.જી.ની જુદી-જુદી ટીમોએ ગઈ રાતે ખાસ પ્રકારની કીટ વડે પચાસથી વધુ યુવકોની તપાસ કરતા રાત્રે બજારમાં બે કોલેજીયન યુવકો નશામાં ઝૂમતા ઝડપાયા હતા.
આ બંને યુવકોએ ગાંજાનો નશો કર્યો હોવાનું બહાર આવતા તેમના વાલીને બોલાવી પોલીસે કાઉન્સિલિંગ કર્યું હતું અને આ લોકોએ ક્યાંથી ગાંજા મેળવ્યો હતો. તે દિશામાં તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY