વડોદરા,તા.૨૫
વડોદરા શહેરમાં સોમવારે વહેલી સવારે એકાએક વિશ્વામિત્રી મુજમહુડા રોડ પર ભાજપના સિમ્બોલ સાથે મેં હું ચોકીદારના બોર્ડ લાગતા ચૂંટણી તંત્ર દોડતું થયું હતું. જાકે આ હો‹ડગ કોણે લગાડ્યા તે અંગે હજી કોઈ માહિતી મળી નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના વિવિધ વિસ્તારો માંથી ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષોના બોર્ડ અને સિમ્બોલ હટાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત પછી ધુળેટી બાદ ચૂંટણી પ્રચારનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ ભાજપના ઉમેદવાર ને રિપીટ કરવામાં આવ્યા હતા.
એકાએક વિશ્વમિત્રી બ્રિજ પાસે મેં હું ચોકીદાર નું ભાજપના સિમ્બોલ અને નરેન્દ્ર મોદીના ફોટો સાથેનું હો‹ડગ લાગી જતા લોકોનું ધ્યાન ખેંચાયું હતું. આ હોર્ડિંગ કોણે લગાવ્યું તે હજી નક્કી થયું નથી. પણ તાબડતોબ હો‹ડગ ઉતારી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




