માસૂમ પર દુષ્કર્મ આચરનારને ફાંસી : રાષ્ટપતિએ અધ્યાદેશ પર મારી મ્હોર

0
73

ન્યુ દિલ્હી,
તા.૨૨/૪/૨૦૧૮

પોસ્કો એક્ટ પર સંશોધન માટે રાષ્ટપતિ રામનાથ કોવિંદની મંજૂરી

રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો લાગુ પડ્યો,ભાગેડુઓની સંપત્તિ જપ્ત કરવાના અધ્યાદેશને પણ મંજૂરીની મ્હોર

આજે રાષ્ટપતિ રામનાથ કોવિંદે પોસ્કો એક્ટ પર સંશોધન કરવાની મંજૂરી આપી દીધી છે. સરકાર દ્વારા આ કાયદાના સંશોધન માટે પરવાનગી આપવાની શરૂઆત ક્યાંથી અને કોણે કરી હતી ? આ વિશે વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરાઈ હતી. જેમાં તેમણે બાળકીઓના બળાત્કારીઓને મોતની સજા આપવાની વકાલત કરી હતી. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાઈ ગયો કે ૦-૧૨ વર્ષની બાળકીઓની સાથે બળાત્કાર કરનારને મોતની સજા આપવામાં આવશે. આ સિવાય ૧૬ વર્ષ સુધીની કિશોરીઓની સાથે બળાત્કાર કરનારને સજા ૧૦થી વધારીને ૨૦ વર્ષ કરી દેવાઈ છે. શ્રી વાસ્તવે આ અરજી તે સમયે દાખલ કરી હતી જ્યારે દિલ્હીના ૨૮ વર્ષના યુવકે પોતાની ૮ માસની પિતરાઈ સાથે ક્રૂરતા પૂર્વક બળાત્કાર કર્યો હતો. દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લા સેન્ટરના ગોલ્ડ મેડાલિસ્ટ શ્રીવાસ્તવે જણાવ્યુ કે મે આ કેસ વિશે અખબારમાં વાંચ્યુ અને તેને જાવા માટે ગયો. તેના માતા-પિતા મજૂરી કરતા હતા અને તેમની પાસે તેની સારવાર કરાવવા પૈસા નહોતા. આ પ્રકારના ગુનામાં માત્ર મોતની સજા આપવી જાઈએ. શ્રી વાસ્તવની અરજી પર સુપ્રીમ કોર્ટે મેડીકલ બોર્ડે બાળકીની તપાસ કરવા અને વહીવટીતંત્રને નિર્દેશ આપવા બાળકીની સારવાર કરાવી હતી. વર્ષ ૨૦૧૪માં તેમણે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની નોકરી છોડીને પોતાની પ્રેક્ટસ કરવાની શરૂઆત કરી દીધી.

આ અધ્યાદેશમા એવા મામલાઓ આવશે જેમાં ૧૦૦ કરોડ રૂપિયા કે તેથી વધુની રકમની હેરાફેરી હશે. આ અધ્યાદેશ અંતર્ગત આરોપીઓને ૬ અઠવાડિયામાં ભાગેડુ જાહેર કરવામાં આવશે. આરોપ સાબિત થતાં એવા આરોપીઓની સંપત્તિ જપ્ત કરવા અને તેને વેચવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.

ભાગેડુ આર્થિક ગુનેગાર સાથે જાડાયેલો ખરડો સંસદના બજેટ સત્રમાં રજૂ કરાયું હતું, પરંતુ હોબાળાને કારણે તે પસાર થઈ શક્યું ન હતું. એવામાં સરકારે અધ્યાદેશ લાવવાનો નિર્ણય કર્યો હતો. અધ્યાદેશ લાગુ કર્યાં બાદ સરકારને તેની સાથે જાડાયેલાં ખરડા ૬ માસમાં સંસદના બંને ગૃહમાં પસાર કરવા પડશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY