વડોદરા,તા.૨૬
વડોદરા શહેર નજીક જામ્બુવા પાસે આવેલી મહાનગરપાલિકાની ઘન કચરા નિકાલની સાઇટ પર સોમવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જેને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને વહેલી સવારે ૩ઃ૩૦ વાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. મોટેભાગે ઘન કચરો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતુ. જેના કારણે જી.આઇ.ડી.સી ફાયર બ્રિગેડ, દાંડિયાબજાર ફાયર બ્રિગેડ અને પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમો ૭ ટેન્કરો સાથે દોડી ગઇ હતી.
ઘન કચરાના નિકાલ માટેની આ સાઇટને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે. જેને પગલે મકરપુરા, જાબુંવા અને તરસાલી વિસ્તારના હજારો લોકો ત્રસ્ત છે. આ વિસ્તારના લોકોએ આ સાઇટને અન્યત્ર ખસેડવાની અનેક વખત માંગ કરી છે. અને આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆતો પણ કરી છે. તેમ છતાં આ સાઇટને ખસડેવામાં આવી નથી. જેથી લોકોમાં રોષ ફેલાયો છે.
એક વર્ષ પહેલાં પણ જામ્બુવા પાસે આવેલી મહાનગરપાલિકાની ઘન કચરા નિકાલની સાઇટ પર આગ લાગી હતી. ત્યારે ૩થી ૪ દિવસે આગ કાબૂમાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




