વડોદરા,તા.૨૩
વડોદરા શહેર પોલીસ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને બેંક અને આંગડિયા પેઢી તેમજ જવેલર્સની સુરક્ષા માટે ખાસ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે જે ડ્રાઈવમાં પોલીસ રાઉન્ડ ધ કલોક ૨૪ કલાક પેટ્રોલિંગ કરશે. જયારે આજે શહેર પોલીસ કમિશ્નર પણ ચાર દરવાજા વિસ્તારના સોની બજારમાં ફરી અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી.
તહેવારો નો સમય છે ત્યારે મોટા ભાગે રોકડ રકમની હેરાફેરી થતી હોય છે ખાસ કરીને આંગડીયા પેઢી અને જવેલર્સને ત્યાં વધુ રોકડ વ્યવહારો થતા હોય છે. સાથે સાથે બેંકમાં પણ રોકડ વ્યવહારો નો વધારો થાય છે. એવા સમયે લુટારુ તત્વો પણ ચોરી અને લુટ કરવા તાકમાં બેઠા હોય છે.
શહેર પોલીસ દ્વારા ત્રણ દિવસ પૂર્વે શહેરના મોટા ભાગના જવેલર્સ એસોસીએશન અને આંગડીયા પેઢી સંચાલકો સાથે બેઠક યોજી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ પોલીસ કમિશનર દ્વારા શહેરના સોની બજાર અને આસપાસના વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલિંગ કરવાની સુચના આપી હતી.
બેંક, આંગડીયા પેઢી અને જવેલર્સ શોપી નજીક પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે જયારે આજે સવારે પોલીસ કમિશ્નર દ્વારા ઘડિયાળી પોળ, એમ.જી. રોડ પર ચાલતા ફરી અને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



