વડોદરા,તા.૨૬
મહિલાઓને અજાણ્યા નંબરથી ફોન કરીને હેરાન કરવાની ઘટનાઓ સામાન્ય છે. પરંતુ કોઇ એટલી હદ સુધી પાગલ થઇ જાય કે ૧-૨ નહીં, ૧૦-૨૦ નહીં, પરંતુ ૫૧૧ કાલ્સ કરે અને તે પણ ત્યારે જ્યારે મહિલા તેની સાથે વાચચીત કરવા ના ઇચ્છતી હોય. વડોદરાનાં એક વ્યક્તિએ પરિણીત મહિલા સાથે કંઇક આવુ કર્યું હતુ. ડીજે તરીકે કામ કરતા એતલ પિલ્લેની મુલાકાત પીડિત મહિલા સાથે ગત આૅક્ટોબર થઇ હતી. પિલ્લેએ મહિલાનો નંબર લીધો હતો અને નંબરનું બહાનુ એ આપ્યુ કે જા કોઇ કસ્ટમર કે પાર્ટી હોય તો મહિલા તેનાથી વાત કરી શકે. પરંતુ ત્યારબાદ તેણે મહિલાને કાલ કરીને હેરાન કરવાનું શરૂ કર્યું. તે મહિલાને ‘રામેન્ટિક રીલેશનશિપ’ રાખવાનું કહેતો હતો.
વાત આટલા સુધી ના અટકતા તે મહિલાનો પતિ જ્યારે કામ પર જાય ત્યારે મહિલાનાં ઘર બહાર આવીને તેને હેરાન કરવા લાગ્યો. મહિલાએ જ્યારે તેના પતિને જણાવ્યું તો બંનેએ પિલ્લેને મળીને વાતનું સમાધાન લાવવાનું વિચાર્યું. જો કે ૧૨ માર્ચનાં રોજ વાતચીત દરમિયાન પિલ્લેએ મહિલાનાં પતિને મારી નાંખવાની ધમકી આપી. ગત અઠવાડિયે જ્યારે મહિલાનો પતિ કામકાજથી શહેરની બહાર હતો ત્યારે પિલ્લે ઘરની બહાર આવીને બબાલ કરવા લાગ્યો.
પિલ્લેએ મહિલાને ધમકી આપી કે તેણે વાત ના માની તો તે તેના બંને બાળકો અને પતિને મારી નાંખશે. તો ૨૩ માર્ચનાં તેણે હદ પાર કરતા મહિલાનાં ફોન પર ૫૧૧ કાલ કર્યા, ત્યારબાદ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જાતિય સતામણીનો કેસ નોંધ્યો છે. એફઆઈઆરની જાણ થતા આરોપી ફરાર થઇ ગયો છે. પોલીસ અત્યારે આરોપીની શોધખોળ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



