વડોદરા,તા.૨૮
દેશમાં કાર્યરત ૧૨૨ જેટલા એરપોર્ટમાંથી ગુજરાતના વડોદરા એરપોર્ટે સ્વચ્છતા અને સેફ્ટી મેજર્સમાં બાજી મારી છે. વડોદરા એરપોર્ટને કિલનનેશ એન્ડ સેફ્ટી મેજર્સમાં સમગ્ર દેશમાં સર્વ પ્રથમ (સ્વચ્છ ભારત એવોર્ડ- ૨૦૧૯) એવોર્ડ પ્રાપ્ત થયો છે. આગામી ૩૧મી માર્ચના રોજ દિલ્હી ખાતે રાજીવગાંધી ભવનમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રાના હસ્તે વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર ચરણસિંહ એવોર્ડ સ્વીકારશે.
વડોદરા એરપોર્ટના ન્યુ ઇન્ડીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ (એન.આઇ.ટી.બી)ને રૂ.૧૬૦ કરોડના ખર્ચે સ્ટીલ સ્ટ્રક્ટરમાંથી તૈયાર કરાયું હતું. જેનું લોકાર્પણ તા.૨૨મી ઓક્ટોબર ૨૦૧૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરાયું હતું. છેલ્લા બે વર્ષના સમયગાળામાં વડોદરા એરપોર્ટને અનેકવિધ એવોર્ડ પ્રાપ્ત થયા છે.
ગત વર્ષે સમગ્ર ભારતમાં વડોદરા એરપોર્ટને દ્વિતિય એવોર્ડ પ્રાપ્ત થયો હતો. પરંતુ આ વર્ષે ૧૫ લાખ પેસેન્જરોને હેન્ડલ કરતા એરપોર્ટની કેટેગરીમાં વડોદરા એરપોર્ટને ક્લિનનેશ એન્ડ સેફ્ટી મેજર્સમાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. દ્વિતિય ક્રમે મદુરાઇ તેમજ ત્રીજા ક્રમે ઉદેપુર એરપોર્ટનો સમાવેશ થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



