લોકસભા ચૂંટણી ૨૦૧૯ઃ પાટીદાર સમાજમાંથી ટિકિટ આપવા માંગ

0
11

સુરત,તા.૨૮
સુરત લોકસભા ઉમેદવાર માટે કાપોદ્રા, સરથાણા, કતાર ગામ સહતિના પાટીદાર ગઢમાં સુરત અને સૌરાષ્ટ્રનાં પાટીદાર નેતાઓને ટિકિટ આપવવા માટે બેનરો લગાવવામાં આવ્યા છે.
ગુજરાત લોકસભા ચૂંટણીને લઇને પાર્ટીઓ દ્વારા તેમના ઉમેદવારોના નામની જાહેરતા કરવામાં આવી હતી. જેને લઇ સુરતમાં પોસ્ટર યુદ્ધ શરૂ થઇ ગયું છે. જેમાં પોતાના માનીતા ઉમેદવારોને ટિકીટ ન મળતા પાર્ટી કાર્યકર્તાઓ અને સમાજના લોકો નારાજ જોવા મળી રહ્યાં છે. ત્યારે પાતાના સમાજના નેતાઓને ટિકિટ મળે તે માટે બેનરો લગાવી પાર્ટી સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સુરતના અને સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓને ટિકિટ મળે તે માટે સુરતમાં બેનરો લગાવવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત લોકસભા ઉમેદવાર માટે કાપોદ્રા, સરથાણા, કતાર ગામ સહતિના પાટીદાર ગઢમાં સુરત અને સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓને ટિકિટ આપવવા માટે બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, સુરત લોકસભાની ટિકિટ પાટીદાર સમાજમાંથી અથવા સૌરાષ્ટ્રવાસીઓમાંથી આપવામાં નહીં આવે તો અન્યાય સહન નહીં કરીએ અને ચૂંટણીમાં જવાબ મતથી આપવામાં આવશે. આ બેનર સુરત ડાયમંડ એસોસિએશન, મા ઉમાખોડલ સમિતી, પાટીદાર એક્તામંચ, સુરત બિલ્ડર એસોસિએશન, ગુજરાત પાટીદાર યુવા મોરચા દ્વારા લગાવવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY