વડોદરા,તા.૨૯
વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલ નિધી પાર્ક સોસાયટીમાં ભંગાર ભરેલા બે માળના મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના બનાવની જાણ થતાં મકાન માલિકની પત્ની સ્થળ પર આવી પહોંચતા સ્થાનિક મહિલાઓએ તેઓને માર માર્યો હતો. સ્થાનિક રહીશોએ ભંગારના ધંધાની આડમાં મકાન માલિક કુટણખાનું ચલાવતો હોવાનો આક્ષેપ મૂકી રોષ ઠાલવ્યો હતો.
નિધી પાર્ક સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, મકાનમાં ભંગાર ભરનાર મકાન માલિક ગિરીશ શાહ ભંગારના ધંધાની આડમાં છોકરીઓ લાવીને કુટણખાનું ચલાવતો હોવાનો આક્ષેપ મૂક્્યો હતો. મકાનમાં આગ લાગી હોવાની જાણ મકાન માલિકની પત્ની શારદાબહેનને થતાં તેઓ પહોંચી ગયા હતા. શારદાબહેનને જાતા જ સોસાયટીની મહિલાઓએ તેને માર મારી સોસાયટીમાંથી ભગાડી મૂકી હતી.
સ્થાનિક રહીશોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કુટણખાના અંગે અનેક વખત પોલીસ તેમજ સ્થાનિક કાઉÂન્સલરોને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આજે ભંગારના મકાનમાં લાગેલી આગને કારણે અમારા મકાનોને મુકશાન પહોંચ્યું છે. અને વ્હિકલ્સ બળી ગયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




