વિશ્વામિત્રી નદીમાં આધેડે મગરોની વચ્ચે ઝંપલાવ્યું

0
5

વડોદરા,તા.૨૯
વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજથી ભીમનાથ મહાદેવ બ્રિજ વચ્ચે એક આધેડે ઝંપલાવ્યું હતું. લગભગ બે કલાકની જહેમતના અંતે ફાયરબ્રિગેડ, વનવિભાગ અને પોલીસે ભેગા થઇને આધેડનો જીવ બચાવ્યો હતો. આ આઘેડ વારંવાર ‘બે લોકોને મારીને જ મરીશ’ એમ કહેતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું.
વન્ય કાર્યકર વિશાલ ઠાકુરે જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી વડોદરા શહેરમાં મગરના હુમલામાં કોઇ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી. આ ઘટનામાં આઠ ફૂટનો મગર માંડ ૬થી ૭ ફૂટના જ અંતરે હતો. આરએફઓ નિધિ દવેએ જણાવ્યું હતું કે, આ રેસ્ક્યૂ ઓપરેશનમાં વન વિભાગની ટીમે મગરો આધેડ પર હુમલો ન કરે તે માટેની વિશેષ સાવચેતી રાખી હતી. આ આધેડ અસ્થિર મગજનો હોવાનું જણાતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ અને ત્યારબાદ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાની પોલીસ દ્વારા તજવીજ ધરાઇ હોવાનું જાણવા મળે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY