વડોદરા,તા.૨
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના અલકાપુરી શગુન એક્ઝોટિકામાં કાફેની આડમાં રમતા ક્રિકેટના સટ્ટામાં દરોડો પાડી ૧૯ જેટલા ઈસમોને ઝડપી પાડયા હતા.ક્રિકેટ લાઇવ ગુરુ નામની મોબાઈલ એપ્લીકેશન દ્વારા અહીં જુગાર રમવામાં આવતો હતો.જ્યારે પોલીસે સ્થળ પરથી ૧૯ જેટલા ઝડપી પાડી ૧૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો.
સમગ્ર સટ્ટાબેટિંગ રેકેટમાં સ્થળ પરથી પૂર્વ ક્રિકેટર અને ભારતીય વુમન ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠે ને પણ ઝડપી લેવામાં આવ્યા હતા જાકે હાઈપ્રોફાઈલ મામલો હોવાના કારણે તમામ સટોડિયાઓને મોડી રાત્રે જાત જામીન પર છોડી દેવામાં આવ્યા હતા વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ એ માત્ર બે મુખ્ય આરોપીઓ ના જ વીડિયો ફૂટેજ જાહેર કર્યા હતા જ્યારે બાકીના આરોપીઓ વિદ્યાર્થીઓ હોવાનું કહી તેઓનો બચાવ કર્યો હતો.
એક તરફ આટલી મોટી સંખ્યામાં સટ્ટો ઝડપાયો હોય અને તેમાં પણ એક પૂર્વ ક્રિકેટર અને રાષ્ટ્રીય વુમન્સ ક્રિકેટ ટીમના પૂર્વ કોચ પણ ઝડપાયા હોય ત્યારે પોલીસે સમગ્ર મામલે પડદો પાડવાની કોશિશ કરી હતી. અંતે પોલીસે જામીન આપી દેવાયેલા પૂર્વ કોચ તુષાર અરોઠે ને પણ બોલાવી અને આરોપી તરીકે બતાવી પત્રકાર પરિષદ કરી હતી. આરોપીઓ ને બચાવવાના પોલીસ ના પ્રયાસો ખુલ્લા પડી ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



