ટ્રકમાંથી ૯.૫૦ લાખની ૭૫ બેગ સોપારીની ચોરીથી હાહાકાર મચ્યો

0
2

વડોદરા,તા.૩
વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે-૪૮ પર ટ્રાન્સપોર્ટની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી ટ્રકમાંથી અજાણ્યા શખ્સો સોપારીની ૭૫ બેગની ચોરી કરીને ભાગી ગયા હતા. ટ્રકમાં સોપારી અને હળદરનો ૧૭,૯૫૦ કિલો જથ્થો હતો.
કર્ણાટકની રિદ્ધી ટ્રાન્સપોર્ટમાં રામાભાઇ વસાવા ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તા.૨૯ માર્ચના રોજ તેઓ ટ્રકમાં ૧૭,૯૫૦ કિલો સોપારી અને હળદરની ૨૮૬ નંગ બેગો લઇને અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. પહેલી એપ્રિલે રાત્રે તેઓએ પોતાની ટ્રક જામ્બુવા પાસે દુર્ગા રોડ લાઇન્સના કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી. અને ટ્રકના કેબિનમાં ક્લીનર અબ્દુલ હામી સાથે સૂઇ ગયા હતા. તે દરમિયાન કોઇ શખ્સો સોપારી અને હળદર ઉપર ઢાંકેલી તાડપત્રી કાપીને રૂપિયા ૯.૫૦ લાખની કિંમતની સોપારી ભરેલી ૭૫ બેગો ચોરી કરી ગયું હતું. આ બનાવ અંગેની ફરિયાદ મકરપુરા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY