અટદારા લેન્ડફીલ સાઈટના સફાઈ અભિયાનમાં ૧.૫ લાખ મેટ્રિક ટન રિસાઈકલ કરાયું

0
25

વડોદરા,તા.૬
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા એક ખાનગી કંપનીની મદદથી મુંજમહુડા વિસ્તારમાં આવેલી લગભગ ૪૦ વર્ષ કરતાં વધુ જૂની ઓલ્ડ અટલાદરા લેન્ડફીલ સાઈટની સફાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં પહેલીવાર કચરાનું ૧૦૦ ટકા રિસાઈકલ કરી લેન્ડફીલ સાઈટને સ્વચ્છ કરવાની કામગીરી વડોદરામાં થઈ રહી છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટમાંથી ગત વર્ષે અટલાદરા લેન્ડફીલ સાઈટની સફાઈની કામગીરી ઝીંબા ગ્લોબલ એનવીરોન સોલ્યુશન પ્રા. લિ. કંપનીને સોંપવામાં આવી હતી. વર્ષ ૧૯૭૭થી અટલાદરા લેન્ડફીલ સાઈટ પર કચરાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આશરે ૩ લાખ મેટ્રિક ટન કચરો આ સાઈટ પર ખડકાયેલો હતો. ગત વર્ષે અટલાદરા લેન્ડફીલ સાઈટને સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત ઝીંબા ગ્લોબલ એનવીરોન સોલ્યુશન પ્રા. લિ. દ્વારા સાઈટના કચરાનું વિવિધ પરીક્ષણ કર્યા બાદ બાયોમાઈનિંગ પદ્ધતિથી કચરાનો નિકાલ કરવાનું નક્કી થયું હતું. જુલાઈ ૨૦૧૮માં પ્લાન શરૂ કરવામાં આવ્યો હતો. અને આજદીન સુધી લગભગ ૧.૫ લાખ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરી, ૬૦ થી ૭૦ ટકા જેટલી સાઈટ સ્વચ્છ કરી દેવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY